________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 155 અપરિચિત મનુષ્યનાં દર્શન માત્રથી કેમ આતુર બની, જાય છે? જોયું, “આગળ પાછળ વિચારીને બાલવું” એમ. જે મેં કહ્યું હતું તે કેવું સાચું પડયું ?" સખી ! મારું કહ્યું ભલે મારા મોઢામાં રહ્યું, હવે કૃપા કરીને દાઝવા ઉપર ડામ ન દે. હવે તે કોઈપણ ઉપાય: મારો મનોરથ પૂર્ણ કરવામાં તારે કુશળતા વાપરવાની છે.” વસંતે જવાબ આપ્યો, “મારામાં એટલી કુશળતા છે કે તારા મને હમણાં જ પૂરાં કરું; પરંતુ પહેલેથી તે જ પુરૂષોને લાવવાનો નિષેધ કરીને મનોરથ પૂર્ણ કરવામાં આડખીલી કરી દીધી છે. તે પણ ધીરજ રાખ. પહેલાં તેની. સાથે પરિચય કરીને પછી તારે મને રથ પૂર્ણ થાય તેમ. કરીશ. પ્રથમ દષ્ટિમિલન તે પ્રેમલતાના બીજ જેવું છે. તેને અરસપરસનાં દર્શન રૂપ જળથી સિંચતાં તેનાં ફળ જરૂર મળશે. હાલ તે તું તારા આશય જણાવે તેવી એક લીટી. કવિતામાં લખીને મને આપ. તે લઈને ત્યાં જઈ હું તેના હાથમાં આપીશ, પછી જે તે ચતુર હશે તે તરત જ જવાબ. દેશે, અને ચતુર નહીં હોય તે પછી ભૂખ સાથે પ્રીત. કરીને શું લાભ ?" પછી સુનંદાએ એક કાગળમાં પિતાને આશય જણા. વવા કાવ્યની એક લીટી લખીને પિતાની પ્રિય સખો વસં. તને આપી. તેણે કાંઈક પ્રયજન કાઢી રૂપસેન પાસે જઈ તે: ચિઠ્ઠી આપી. રૂપસેને છાનીમાની તે વાંચી. તેમાં લખ્યું હતું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust