________________ 154 : કારત્ન મંજૂષા : ભાગ-૧ * 0 0 0 0 0 0. જોતાં ઊભા રહ્યાં. આ સમયે કૌતક જેવાની ઇચ્છાથી રૂપ* સેન સાંજનું ભજન કરીને, બે ઘડી દિવસ બાકી રહ્યો. એટલે સુંદર વસ્ત્રો પહેરી સુનંદાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડયો. દુકાનદારે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડયો. “ધનવાન માણ. સને સર્વ સ્થળે માન મળે છે.” તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને બજારમાં જતાં આવતાં તરફ જતે રૂપસેન ત્યાં કેટલીક વાર બેઠે. આ સમયે સુનંદાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપસેનને બારીમાંથી જોયો. અદ્ભુત રૂપવાળા તથા નિરોગી અને સુંદર શરીરવાળા રૂપસેનને જોઈને તેનામાં અતિશય આસક્ત બની વસંતને સુનંદા કહેવા લાગી; “સખી! તે પાનવાળાની દુકાનમાં બેઠેલા પુરષ તરફ જે. તેનું રૂપ કેવું અદ્ભુત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખે કેવી સુંદર છે? વસ્ત્ર અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, નેત્ર, હાથ ઇત્યાદિના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવ જ અવતાર ધરીને આવ્યો ન હોય? આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈને આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી, જેવું પ્રેમસુખ ભોગવવાની મને અભિલાષા થાય છે, રાજકુમારી ! અગાઉ તો પુરૂષનું નામ લેતાં તારી આંખ લાલ લાલ થઈ જતી હતી અને હવે તું આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust