________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 15 રાજમાર્ગમાં, વનમાં તથા વાડીમાં ગીત, નૃત્ય, વાજીંત્ર તથા પુપ વગેરે અદભુત ચીજે જતો, ઈચ્છાનુસાર સુખમાં કાળ નિગમન કરતો હતો. હંમેશા તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી. આ બાજુ કેટલોક સમય પસાર થતાં સુનંદા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પોતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનંદ કરતી હતી, તે સમયે વસંત તુ પૂરબહારમાં ખીલી હતી. તે ઋતુ પણ કામને ઉદ્દીપન કરનારી હતી. આ અવસરે કોઈ ધનાઢય માણસનાં ઘરના ઉપલા માળમાં સુગંધી જળ છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ધનસાર મૃગમદ તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપિયામાં બળતા ધૂપના ધૂમાડાથી આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું. ચારે બાજુએ બહુ સુગંધી ફૂલોની જાળીઓ વડે પડદે બનાવ્યો હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં ઝુમર તથા હાંડીઓથી યુક્ત ચંદર. બહુ સુશોભિત દેખાતું હતું. તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશીકાવાળા અને દૂધ જેવા સફેદ ઓછાડવાળા. સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન યુવાન પતિપત્નીને યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું.. ' તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપના કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતાં. જાણે નવા બંધાયેલ નેહના બંધનમાં તેઓ ગૂંથાયા હોય તેવી રીતે એક બીજાનાં કંઠમાં તેઓએ હાથ વિંટાળી દીધા હતા. અદ્ભુત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust