________________ 150 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 - વળી મારા આવાસમાં કોઈ પણ કાર્ય માટે કદિ કોઈ પુરૂષને મેકલશે નહિ; મારી સખી અથવા દાસી મારફત કહેવરાવવું હોય તે કહેવરાવજે.” વસંતે મહારાણી પાસે જઈ આ સંદેશે કહ્યો. મહારાએ પૂછ્યું કે, “આમ કહેવરાવવાનું કારણ શું?” સુનંદાની સખી વસંતે કહ્યું, “કાંઈક કારણ મળવાથી તે લગ્ન અંગે બેપરવા બની જઈને ના, ના, કહે છે, પરંતુ જુવાની આવશે. એટલે પોતાની મેળે જ સમજી જશે. એમાં કાંઇ ચિંતા કરવા જેવું નથી.” માતાએ કહ્યું, “ભલે, જેવી ઈચ્છા.” સખીએ પાછા ફરીને સુનંદાને સર્વ વાત કહી. સુનંદા તે સાંભળી સ્વસ્થ બની. ત્યાર બાદ સખીઓ સાથે પોતાના આવાસમાં સુખપૂર્વક સુનંદા સમય પસાર કરવા લાગી. આ સમયે તે શહેરમાં વસુદત્ત નામનો એક શ્રીમંત ગૃહસ્થ રહેતો હતો. તેને ધર્મદત્ત, દેવદર, જયસેન તથા રૂપસેન નામના ચાર દીકરા હતા. તે ચારે નિપુણ, અસાધારણ રૂપવાળા, વ્યાપારમાં કુશળ તથા દરેક રીતે ચતુર હતા. તેમાં સહુથી નાને રૂપસેન વાત્સાયનનાં કામશાસ્ત્રમાં પ્રવીણ ચતુર પુરૂષોમાં શ્રેષ્ઠ તથા મોટા ભાઈઓનાં પ્રેમનું પાત્ર હતો. એવું એક પણ કાર્ય નહતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વસ્ત્રોમાં સજિત થઈ, અશ્વ ઉપર કે ગાડીમાં બેસી, અથવા કેઈવાર ચાલતો જ તે શહેરમાં, બજારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust