________________ 148 : કથારન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 વગરને હારી જવાના કારણરૂપ પર સ્ત્રીને પર જ સે છે. પ્રાણને નાશ કરનાર દુર્ગતિમાં પાડનાર અને બધાને અનિષ્ટ એવા ઘર, ગામ વગેરે લૂટવા તથા ચોરી કરવી વગે નિર્દય કાર્યો પણ પુરૂષો જ કરે છે.' વળી પુરૂષ જ નિરપરાધી અને ઘાસ તથા જઈ ઉપર જ નિર્વાહ કરનાર વનવાસી પશુઓની શિકો૨દ્વાર વ્યર્થ હિંસા કરે છે. વિષયલુબ્ધ પુરૂષો હજારો સ્ત્રીઓને પરણે છે, જ્યારે કુળવતી કન્યા પિતાનાં કર પ્રાપ્ત થયેલ પતિની સેવા કરીને ઘરને નિર્વાહ કરે છે, કદિ પણ કુળના મર્યાદા ત્યજતી નથી. માટે સખી! પુરૂષોને આધીન સ્ત્રીઓનાં જીવિતવ્યને ધિક્કાર છે. આ કારણથી હું તે લગ્ન કરીને સંકટમાં પડવા માગતી જ નથી.” મેં કાલે જ પિતાજી તથા બાને વાત કરતાં સાંભળ્યા હતાં કે, “હવે સુનંદાના લગ્ન કરીએ,’ માટે તું બા પાસે જઈને કહેજે કે, “હમણુ સુનંદા પરણવાની ઈચ્છા નથી રાખતી, માટે આપે જરા પણ ઉતાવળ કરવી નહિ.” સુનન્દાની વાત સાંભળીને તેની સખી વસંતે કહ્યું, પ્રિય સખી! હજુ તું બાળક છે, પરંતુ યુવાવસ્થા પ્રાપ્ત. થતાં, સ્ત્રીનું જીવિત સર્વસ્વ સ્વામી જ છે. યોવન અવસ્થામાં પતિ વિનાની સ્ત્રીની કિંમત ધૂળ કરતાં પણ ઓછી થાય છે. આ જગતમાં બે જાતનાં સુખે છે. એક પગલિક તથા બીજુ આત્મિક. તેમાં પૌગલિક સુખ બે જાતના. કારણ P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust