________________ -0 0 0 0 0 0 0 * સુનંદા અને રૂપસેન : 149 સુખ તથા સ્પર્શ સુખ; કારણસુખ દ્રવ્ય, સંપત્તિ, આદિથી પ્રાપ્ત થાય છે. તથા સ્પર્શ સુખ ખાનપાન વગેરેથી મળે છે. પીળલિક સુખનું સાધન સ્ત્રીઓને પુરુષ તથા પુરૂષોને સ્ત્રીઓ જ હોય છે, ધન, ધાન્ય વગેરે ઇંદ્રિયને સુખ આપનારી વસ્તુઓથી પૂર્ણ ઘર છતાં એક ફક્ત પતિના વિયેગથી સ્ત્રીને સંસાર ઝેર બને છે. આત્મિક સુખ તે આત્માની ઉત્તમ દશાથી પ્રાપ્ત થાય છે, જેમાં સમતાભાવ આવશ્યક છે. તે સિવાય તપ, જપ, દીન વગેરે સવ નકામા છે. વ્યવહરરાશિના જીવોએ સંસા૨માં પરિભ્રમણ કરતાં અનન્ત પુગળપારાવ પસાર કર્યા. એક એક જીવે અનેક ભવ દરમિયાન એવો એક પણ ધર્મ નહિ હોય કે જે ન કર્યો હોય. પરંતુ એક ફક્ત સમતા ન હવાના પરિણામે તેનું ફળ તેને પૂરતું મળતું નથી માટે “હે સખી ! સાહસ કરીને તારે હાલ કાંઈ જ બોલવું નહિ. જે વચન પાળવાની શક્તિ હોય તે વચન જ બોલવું, જ્યારે યુવાની આવશે ત્યારે તને ખબર પડશે. આગમમાં પણ બધા વ્રતમાં બ્રહ્મચર્યવ્રત પાળવું સૌથી દુષ્કર કહ્યું છે. માટે હાલ તું જરા ધીરી થા; તું હજુ અજ્ઞાન છે, તેથી તારે ન બોલવું તે જ ઉચિત છે.” અનન્દાએ કહ્યું, “તેં જે કહ્યું તે સર્વ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, પરંતુ હાલ તો મારી ઈચ્છા નથી, માટે તું માતુશ્રી પાસે જઈને કહે કે, “સુનન્દાને માટે લગ્નની ઉતાવળ કાલ કરશે નહિ. જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે જણાવીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust