________________ 12 : સુનંદા અને રૂપસેન પૃથ્વીભૂષણ નગરમાં કનકદેવજ નામના રાજા રાજય કરતો હતો; તેને યશેમતી નામની રાણી હતી. તેઓને ગુણચંદ્ર તથા કીર્તિ ચંદ્ર નામના બે પુત્રો તથા રૂપ, યૌવનાદિ ગુણોથી ભરપૂર, ચેસઠ કળામાં પ્રવીણ સુનંદા નામની પુત્ર હતી. તે હજુ બાલિકા હોવાથી કામને ઉદ્દભવ હજુ તેને થો નહોતો. એકવાર તે સખીઓ સાથે સાત માળવાળા. મહેલની ઉપરની અગાશી ઉપર ઊભી ઊભી નગરનું સ્વરૂપે નિહાળતી હતી. બહુ જ ઉંચાણમાં તે મહેલ હોવાથી તેના દષ્ટિ ઘણે દૂર સુધી પહોંચી શકતી હતી. આ અવસરે તે નગરના કોઈ પ્રસિદ્ધ ગૃહસ્થનાં ઘેર રૂપવંતી સુંદર અને સુશીલ સ્ત્રી હતી. તેના વિનયાદિ ગુણે મધુર વચનો તથા દર્શન માત્રથી ક્રોધી માણસને ક્રોધ. પણ ટકી શકતો નહિ. આવી ઉત્તમ સ્ત્રીને પતિ કાંઈક સાચું ખોટું બહાનું કાઢીને તેને લાકડી વડે નિર્દયપણે મારતો હતો. તે સ્ત્રી પતિના પગમાં માથું ધરી મીઠા. શબ્દોથી વિનવતી હતી ? સ્વામી ! પ્રાણાધાર ! મેં કાંઈ જ અપરાધ કર્યો નથી, કઈ દુષ્ટ માણસનાં અસત્ય વચનોથી શા માટે આપ મને મારે છે? હું કુલીન કુટુંબની કન્યા છું. આપ મારી ઉપર મૂકવામાં આવતા ખોટા દોષની જરા તપાસ તો કરે .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust