________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 145 જે મારામાં દૂષણ પૂરવાર થાય તો પછી તમને યોગ્ય લાગે તેમ કરો. તે સિવાય મને વ્યર્થ મારવાથી શું?” આવી રીતે વિનયપૂર્વક યુવાન સ્ત્રી પિતાના પતિને જણાવતી હતી. છતાં તેનો ઉદ્ધત પતિ તે સુશીલ અને વિનમ્ર સ્ત્રીને મારતો હતો. પિતાના મહેલની અગાશી ઉપર ઉભેલી, અને આ બધું જોતી સુનંદા તે અવસરે પિતાની સખીને કહેવા લાગી; “તું આ પુરૂષની ક્રૂરતા તો જો! આવી રૂપ, યૌવન તથા ગુણયુક્ત સ્ત્રી ઉપર કાંઈક બેટું આળ ચઢાવી તે તેને ચંડાળની માફક મારે છે. જરા પણ દયા આવતી નથી. તે બિચારીને જોઈને મારું હૃદય ફાટી જાય છે, પરંતુ પુરૂષને પિતાની પ્રાણપ્રિય સ્ત્રી ઉપર લેશમાત્ર દયા આવતી નથી. માટે સ્ત્રીઓએ પુરૂષને આધીન રહેવું એ મોટું દુઃખ છે. " ‘પુરુષ ઘરનો નાયક છે, એવી લોકમાં કહેવાતી વાત તદ્દન સાચી નથી, કારણ કે પ્રિયા વિના ઘર હોઈ શકે જ નહિ. સ્ત્રી વિનાને પુરૂષ પ્રવાસી જે જ કહેવાય છે. સ્ત્રી જ ઘરને સાચો શણગાર છે. એક પેટ ભરવા જેટલો જ ઉપકાર કરવાથી સ્ત્રી આખી જીંદગી પુરૂષની આજ્ઞામાં રહે વાળી ઝુડી સાફ રાખે છે. ઘરનાં ગાય વગેરે પશુઓનાં છાણ વગેરેની વ્યવસ્થા કરવાનું સર્વ કામ તે કરે છે; પછી ઘઉં વણવા, ખાંડવા, દળવા, દાળ ખાંડવી વગેરે કામ પણ સ્ત્રી જ કરે છે. રાંધવાની કળાથી સુંદર પકવાનને તે બનાવે ક. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust