________________ 142 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 જીવો ગતિમાં જઈને ભારે કમનાં ફળ અનુભવતા સંસારમાં પરિભ્રમણ કરે છે.” ચક્ષુ ઇંદ્રિયમાં આસક્ત પુરૂષ અનુકૂળ અથવા પ્રતિકૂળ રૂપ રંગ મળતાં અથવા ન મળતાં પ્રબળ રાગદ્વેષમાં પડી જઈ ને ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસવાળાં કર્મોનો બંધ કરીને અનન્ત ભવનું ભ્રમણ કરે છે. શ્રુદ્રિયમાં આસક્ત જીવો શ્રવણને જ સુખ તથા દુઃખ આપે તેવા શબ્દ માત્ર સાંભળવાથી જેમ ભાટે કહેલ ઉત્તમ કુળ તથા જાતિનું વર્ણન સાંભળીને સંગ્રામમાં સુભટો માથાં કપાવે છે, તેમ હેરાન થાય છે; અને દુર્ગતિરૂપી કૂવામાં પડીને કલેશને પામે છે. કંઈક જીવે અનુકૂળ ગધ પ્રાપ્ત કરવા માટે દુષ્કર્મ આચરે છે, અને મળથી મલીન થયેલા મુનિનો તિરસ્કાર કરવાથી દુખ્યા રાજપનીની જેમ દુ:ખ પામે છે, તથા સુગંધીમાં આસક્ત ભમરાની માફક હેરાન થાય છે. સ્પશેન્દ્રિયમાં આસક્ત મનુષ્યોની સ્થિતિ વિષે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયે એકત્ર થાય ત્યાં તો જીવ અઘોર પાપે કરવાને તત્પર થાય છે. પરસ્ત્રીમાં આસક્ત જ અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે, અને તેથી આલેકમાં રાજ્ય, દ્રવ્ય, યશ, ભેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગાદમાં બ્રહ્મદત્ત ચક્રવતીની માફક પરિભ્રમણ “ખરેખર આશ્ચર્યજનક વાત તો એ છે કે જે જીવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust