________________ 140 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તેમ મને મુનિનો મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી બા ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરને સુયોગ મને પ્રાપ્ત થયે.” અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણ દઈ, પંચાંગ પ્રણામ કરીને તે બંને મુનિવરોને ઉદ્દેશીને સ્તુતિ કરવા લાગ્યા હે મુનિશ્વર ! આપનાં દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમ સ્વામીનાં દર્શન થયાં એમ હું માનું છું. વળી હે ભગવન્! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા, અને શી નિઃસ્પૃહતા. આપનાં પુણ્ય દર્શનથી આજ મારો જન્મ કૃતાર્થ થયો, એમ હું માનું છું” આ રીતે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર તે બંને મુનિવરોની સામે અવગ્રહ જાળવીને - બેઠો. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળી - જોઈ જન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે ધન્યકુમારને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યાઃ - “હે ભવ્ય ! આ અગાધ સંસાર સમુદ્રમાં છ મિથ્યા વ, અવિરતિ, કષાય, તથા યોગ આ ચાર કારણોથી કર્મો - બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, કુળ, સ્થાન તથા - ચોનિઓમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓ સદા જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુખે ભગવ્યા જ કરે છે, ત્યાં મોહરાજાનું કુરાજ્ય ચલાવનાર મિથ્યાદર્શન નામને તેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust