________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 137 જેવું તેજ છે! ઉદારતા, ધૈર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વગેરે ગુણોમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગનો 'ઉદ્ધાર કરવાની ઈચ્છા, પિતાના કુટુંબને પિોષવાની બુદ્ધિ, કોઈ ઈષ્ટ - અનિષ્ટ ગમે તેવું બોલે તે સહન કરવાની વૃત્તિ વગેરે ગુણોથી યુક્ત હોવાથી ચાર ભાઈઓમાં સર્વથી નાના છતાં ધન્યકુમાર માટે હોય તેમ લાગે છે.” તે અવસરે માણસોનાં ટોળામાંથી એક જણ બહાર આવીને બેલી ઊઠયો કે, “ભાઈ ! ગુણવાન માણસોની ઉમ્મર જાણવાની શી જરૂર હોય? કિપાકના ફળ જેવા મોટા ભાઈઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપે જ ઇચ્છિત સુખ ભગવે છે. જ્યારે પ્રથમ અહિં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેઓને જોયા નહોતા ? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મેઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામે નમસ્કાર કરવા જેટલો વિવેક પણ તેઓમાં રહ્યો નથી. ખરેખર અવિવેક એ મોટું દૂષણ છે.” આમ જેના તેના દ્વારા થતી ધન્યકુમારની પ્રશંસાને ધનદત્ત, ધનદેવ, ધનચંદ્ર-એ ત્રણે મોટાભાઈ એ સાંભળીને જવાળાની પેઠે બળતા (સુકાતા) લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા; “પિતાજી! અમે સવ જુદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈચ્છતા નથી, માટે અમને અમારે ભાગ વહેંચી આપો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust