________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 135 કહું? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જે ભાગ્યશાળી હોય તે તેના પુણ્ય આખું કુટુંબ સુખ અનુભવે છે, અને તે ચાલી જતાં પાછું તે જ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ ' પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેં તો પ્રત્યક્ષ અનુભવી છે.” ધનસાર શેઠ પિતાના પુત્ર ધન્યકુમારને કહે છે, “વત્સ ધન્ય! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગયો કે પછી થોડા સમયમાં જ કોઈ એક ચાડિયા માણસના ઉમેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કાંઈક ધન રે ચોરી ગયા. કાંઈક આગમાં સળગી ગયું, કાંઈક દ્રવ્ય, આવડત વગરના વ્યાપારમાં અવળું કર્યું, જમીનમાં દાટેલ ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહોંચી કે આવતી કાલે શું ખાવુ તેના સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહિં. આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ! ભારે કષ્ટ સહન કરી તેને શોધવા નીકળ્યા. પૂર્વ જન્મનાં કેાઈ મહાભાગ્યના ઉદયે આજ તારાં દર્શન થયા. તારા દર્શનથી તથા તારો અભ્યદય જોવાથી મારું સર્વ દુઃખ નાશ પામ્યું છે, અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.” પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનય પૂર્વક બે; “હે તાત ! મારા ભાગ્યને ઉદય થયો કે જેથી આજે આપનાં ચરણકમળનાં દર્શન થયાં. રાજા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust