________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે H 133 જને તેના ગુણરૂપી દેરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા; “અહે કેવી આની બુદ્ધિ! કે પ્રભાવ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.” પછી માણસે જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે, તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળિયું આવતાં ચંદ્રમાં જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળહળાવી મૂકે છે, તેવી રીતે ધન્યકુમાર રાજાની કૃપા પ્રાપ્ત થતાં સમસ્ત રાજ્યને પોતાની નીતિથી દીપાવવા લાગ્યો. એ રીતે ધન્યકુમાર હમેશાં વધારે ને વધારે કીતિ તથા ધન મેળવતો ગયો અને મંત્રી તરીકેની પોતાની ફરજે પણ બજાવતો ગયો. એક દિવસ પિતાના મહેલની અટારીમાં ઉભો ઉભે તે. ધન્યકુમાર બજારની શોભા નિહાળતો હતે. તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીનદશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતા તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું, ખરેખર કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે કરોડો સુવર્ણ યુક્ત ઘર છેડી હજુ તો થોડા સમય અગાઉ જ હું અહિં આવ્યો છું. તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશાએ પહોંચેલા મારા કુટુંબને હું પ્રત્યક્ષ જોઉં છું? કર્મથી કઈ છૂટી શકતું નથી.” કહ્યું છે કે, “ન ધારેલ ન વિચારેલ વાતો કમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust