________________ 132 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0. કર્યું. રાજપુરુષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથીનિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યા. રાજાએ પણ તેનું રૂપ તથા તે જ જોઈને વિચાર કર્યો, “ચોક્કસ આ ઉત્તમ પુરૂષ મારા આદેશને સફલ કરશે. મારે કરેલા પ્રયાસ ફળીભૂત થવાના સંભવ લાગે છે.” આમ વિચારી રાજા ધન્યકુમારને કહે લાગ્યો; “મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે તેમજ લોકોની જિજ્ઞાસા તૃપ્ત કરો.” પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણું સાગના વૃક્ષો રહેલા છે, એવા સરોવરના તાર જઈ પહોંચ્યો. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષ સાથે દેરડાને એક છેડે બાંયે અને બીજે છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે ફી પછી ઝાડ સાથે બાંધે છેડે છેડી તેને ગાળીએ કરી તેમાં બીજે છેડે કરો . પછી ગાળીઓ છૂટો મૂકી તેમાં પરોવેલ છેડે ખેંચવા માંડયો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ બીજો છેડો ખેંચતો ગયો તેમ તેમ ગાળીએ થાંભલા નજીક ખેંચાતો ગયો એમ કરતાં કરતાં ગાળીઆની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાઈ. આ પ્રમાણે સરોવરની મધ્યમાં રહેલા થાંભલાને કિનારે ઊભા રહીને તેણે ગાંઠ બાંધીને રાજાના હુકમને. અમલ કરી દીધો. આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા અન્ય નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust