________________ 13 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 deg તરફથી સન્માન, મંત્રીપદ તથા કીતિ પ્રતિષ્ઠા, ધનપ્રાપ્તિ વગેરેનું સાચું ફળ મને આજે મળ્યું. આજથી દુઃખની વાતો ભૂલી જઈને અહિં આપ સુખ તથા આનંદથી રહો. હું તો આપને આદેશ ઉઠાવનાર સેવક બનવાને ચગ્ય છું. આપ હવે બિલકુલ ચિંતા કરવી નહિ” માતા, મેટાભાઈએ તથા ભેજાઈઓને આ રીતે સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વગેરે તેઓને બહુમાનપૂર્વક આપ્યું. - સજજનેનો આ સ્વભાવ યોગ્ય જ છે. જેવી રીતે શુકલ પક્ષને ચંદ્રમા શોભાને પામ્યો છતાં કુમુદને પણ શોભાવે છે, તેવી રીતે સર્વને અંતરથી ચાહતે ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખથી પિષવા લાગ્યો; પરંતુ અંધકારની માફક ઘૂવડ પ્રકૃતિવાળા મેટા ભાઈએથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીતિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે, “ઘૂવડ પ્રકૃતિવાળા માણસે દિવસથી બીતા અંધકારની જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.” એકદા ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામ કાજ પતાવીને રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘર આવતા હતા. તેની આસપાસ જાત જાતના ઘોડા, હાથી, પાયદળ વગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણે અનેક પ્રકારનાં ગીતોથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢેલ શરણાઈ વગેરે વાજીંત્રો વાગી રહ્યાં હતાં. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે, “જુઓ ! મનુષ્ય ભવમાં પણ ધન્યકુમારનું કેવું દેવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust