________________ 34 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0. કરે છે, અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ કર્મના ખેલ છે. મનુષ્યોને. વિચાર તેમાં કાંઈ જ કામ લાગતો નથી. કેમ કે વિધિ (કમ) એવું કરે છે, કે જે મનુષ્યનાં ચિંતનમાં આવી શકતું નથી. ' આમ વિચારી પોતાના કુટુંબને આદર પૂર્વક પિતાના. મહેલમાં લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનના વસ્ત્રની તથા ખાવા-પીવાની સર્વ વ્યવસ્થા ધન્યકુમારે કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પિતાના પિતા ધનસારને પૂછયું પિતાજી! ધન, કીતિ તથા આરોગ્ય યુક્ત આપની આવી. દશા કેવી રીતે થઈ? તે મને કહે.” ધનસારે કહ્યુંવત્સ ! જૈન શાસ્ત્રોનો જાણકાર હવા. છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી મને પ્રશ્ન કેમ પૂછે. છે? લક્ષમી વગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા ન હતા. તેથી મારે આધીન નહતા; તે તે શુભ કર્મના ઉદયથી મળ્યા હતા, એટલે તેને આધીન હતા. કમનો ઉદય છે. ઉદયમાં આવે છે ત્યારે ઈચ્છાએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે, તેમજ જયારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સાચવેલ ને સચવાયેલ છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. આમ હોવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધુ અનુકૂળ થતું હતું; પછી. પાપ ઉદયમાં આવતાં સર્વનાશ પામ્યું છે. વધારે શું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust