________________ 130 : કારત્ન મંજાષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ધન્યકુમાર બેઠે. પછી ધન્યકુમાર પોતાનાં હૃદયમાં શ્રી સિદ્ધચકરૂપ કમળનું સ્થાપન કરી એકાગ્રતાથી અરહેતા પદનું મનમાં ધ્યાન ધરી એક ઘડી સુધી જાપ કરીને, ચોરાશી લાખ જીવાનિમાં રહેલા ને ખમાવી અઢા* પાપસ્થાનક સિરાવી, ચાર શરણને સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયે. અને એક પહોર રાત બાકી રહેતાં તે પંચ પરમેષ્ઠિને સંભારતો ઉઠયો. ‘ઉત્તમ માણસને નિદ્રા, કલહ, આહાર, કેપ તથા કામ એ પાંચ દોષો બહુ જ મંદ હોય છે.” આ સમયે શુભસૂચક શિયાળને શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવ્યું. “ભાગ્યશાળી મનુષ્યને પ્રાચે શુકને શુભ તથા અનુકૂળ જ થાય છે. ધન્યકુમારે એ શક્કે સાંભળી, શુકન શાસ્ત્રને વિચાર કરીને નિશ્ચય કર્યો કે, ‘દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.” તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળણ બાલી; જે કોઈ ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખેંચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તો બહુ ઠીક થાય.” શિયાળણના આ શબ્દોને પશુ-પક્ષીની ભાષામાં નિષ્ણાત ધન્યકુમાર અર્થ વિચારી તરત જ ત્યાંથી ઊભું થયે અને તે શબ્દને અનુસરતે તે નદી કિનારે ગયો. ધનાથી, ભેજનાથી તથા કૌતુક જોવાની ઇચ્છાવાળા માણસોએ આળસ રાખવી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust