________________ 128 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ખેડૂતે અતિશય આશ્ચર્ય પામી, ભક્તિ ભરપૂર હૃદયે ધન્યકુમારને કહ્યું, “પુણ્યવાન ! અનગળ ધન આપીને આજે તમે મારી દરિદ્રતાનો નાશ કર્યો છે, હવે તે તમે જરૂર મારું ભજન સ્વીકારો.” એ રીતે તે ખેડૂતના અતિશય આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભજન કરી તેની રજા લીધી, અને તે આગળ ચાલી નીકળ્યો. વિશ્વનું હિત કરનાર સજજન પુરુષે સૂર્યની માફક કદિ પણ એક સ્થળે. રહેતા નથી. ધન્યકુમારના ગયા પછી ખેડૂત વિચારવા લાગ્યો; “આવા ઉત્તમ પુરૂષ પાસેથી મેળવેલું ધન જે હું નિઃશંકપણે ભોગવીશ તે ઈર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસે જાતજાતની વાત કરશે. પરસ્પર વાત કરતાં તે લેકેની વાત વાયુવેગે રાજા સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકોની વાત સાચી માની મને કેદમાં નાખી આ સર્વધન કદાચ લઈ પણ લેશે, અને નકામે દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના આદેશ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ મને ન રહે.” આવો વિચાર કરી ખેડૂતે રાજા પાસે જઈને બનેલ સર્વ હકીકત રાજાને કહી સંભળાવી. ખેડૂતની વાત સાંભળીને રાજા આશ્ચર્યચક્તિ થઈ જઈ તેને કહેવા લાગ્યા, ભાઈ! ખેતરમાંથી આ રીતે નિધાન નીકળ્યું, તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરુઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust