________________ 11 : પુણ્યશાળીને પગલે પગલે નિધાન લક્ષમીને ક્રીડા કરવાને એગ્ય સ્થળ જેવા માળવા દેશમાં કરીને અનેક ગામડા, શહેર તથા વનો નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખે થયો. આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યા ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠે. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતે. તે દિવસ કેઈ લોકનો તહેવાર હોવાથી તે ખેડૂતની સ્ત્રી ભાત, દાળ અને લાપસી વગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુંદર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું; “અહો ! આ સુંદર આકૃતિવાળે કઈ સત્ત્વશાળી પુરૂષ જણાય છે. તાપથી કંટાળેલો તે અહિં આરામ લે છે; ચાલ તેને ભેજન માટે આમંત્રણ કરું.’ આમ વિચારી સરળ હૃદયના પરોપકારી ખેડૂતે ધન્યકુમાર પાસે આવી ધન્યકુમારને આદર સહિત ભજન માટે નિમંત્રણ આપ્યું. સજજન પ્રકૃતિના ધન્યકુમારે તે સાંભળીને તે ખેડૂતને કહ્યું, “ભાઈ! તું મારા મનની વાત સમજી ગયો તે ખરું. પરંતુ હું આ રીતે વગર પરિશ્રમનું ભોજન લેવા ઈિચ્છતા નથી. સિંહ તથા સપુરુષ અન્યના પરિશ્રમનું ભોજન લેતા નથી. માટે જે તારી સમ્મતિ હોય તો હું થોડીવાર તારું ખેતર ખેડૂ, પછી તું જે ખાવા આપીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust