________________ 124: કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ‘ધિક્કાર છે તેવા પુરુષને કે જેઓ વિવેકરૂપી સરોવરમાં સાચું ખોટું સમજવાના ગુણમાં હંસ જેવા છતાં કલહથી દૂર રહેવાને બદલે પિતાના સગાંવહાલામાં જ ઉલટ કલહ પ્રદીપ્ત કરે છે. ગુણવાન હોવા છતાં મારા ત્રણે મોટા ભાઈ - હું અહિં રહીશ ત્યાં સુધી મારી પુણ્યાઈની ઈર્ષ્યાથી સુખમાં રહી શકે તેમ લાગતું નથી, કારણ ન હોય તે કાર્ય પણ ઉપસ્થિત ન થાય, માટે બધી રીતે જોતાં હવે અહિં રહેવું યુક્ત નથી. માટે હું કોઈ બીજા દેશમાં ચાલ્યા જાઉં એજ મારા માટે એગ્ય છે. દેશાટનથી ચતુરાઈ પણ જરૂર વધશે.” -" કહ્યું છે કે દેશ - વિદેશમાં પ્રવાસ, પંડિત સાથે મિત્રતા, વેશ્યાને પ્રસંગ, રાજ્યસભામાં પ્રવેશ તથા અનેક શાસ્ત્રોનું અવલોકન એ પાંચ વસ્તુઓ વિવેક પૂર્વક વ્યવહારમાં લેવાય તે ચતુરાઈના મૂળ કારણે છે. પ્રવાસ કરવાથી ભાત“ ભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજજન દુર્જન માણસ - વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે. તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. કળામાં કુશળતા, ભાગ્ય બળ તથા સ્થિરતા તથા બુદ્ધિને વિભવ એ બધાંયને માટે દેશાંતર એ એક કસટી સ્થાન જેવું છે. - ખરા ભાગ્યશાળી તો તે માણસ જ છે કે, જેઓને મનને “આહલાદિત કરે તેવા ખજાનાની માફક કૌતુક પગલે પગલે -જોવા મળે છે.” વળી બુદ્ધિશાળી ધન્યકુમારે વિચાર્યું કે “વડિલબંધુ આજે ખલવૃત્તિને આશ્રય કરનારા બન્યા છે; તો મારે હવે -એ લોકેના સંસર્ગમાં રહેવું તે હિતાવહ નથી. કારણ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust