________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે.... : 128 દાટેલા હોય છે પરંતુ આટ-આટલું અનગળ ધન મેળવી તે સજજન પુરૂષે આ રીતે ત્યજી દીધું, તે તે ભારે આશ્ચર્યની વાત છે. પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે. તે આવા પુરૂષોથી જ સત્ય માની શકાય છે. ખરેખર તારા સદ્દભાગ્ય કે આવા પુણ્યવાનના તને દર્શન થયાં, તેમજ તેમની સેવા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો. તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જે તેના જેવા શ્રેષ્ઠ માણસે આ ધન તને અર્પણ કર્યું, તો પછી હું પણ તે તને જ આપું છું. પરંતુ તે ઉત્તમ પુરૂષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવું.’ રાજાના આવા શબ્દોથી ધન્યકુમારની કીર્તિને ફેલાવો કરવા તે ખેડૂતે તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનું નામ ધન્યપુર પાડયું અને તે સમાચાર રાજાને જણાવ્યા. રાજાએ તે ગામની માલિકી તે ખેડૂતને આપી. એટલે તે ખેડૂત, રાજાએ આપેલ તે ગામના મુખી તરીકે અધિકાર પ્રાપ્ત કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો. અને હંમેશા ધન્યકુમારના ઉપકારને પોતાનાં હૃદયમાં સંભારવા લાગે. આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અનેક શહેરો, વને નિહાળતાં મધ્યાહ્નના અંતે હંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાના સમયે એક ગામ પાસે તે આવી પહોંચ્યો. સાંજના સમયે નદીના કિનારે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે સૂઈ રહેવાને કમળ રજાઈ પાથરેલે પલંગ હેય તેમ તેના ઉપર નિઃશંકપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust