________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 131 મૂર્ખાઈ છે.” નદી કિનારે જઈને જતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રત્નો લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું. “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.” પછી સૂવાના સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરુની સ્તવના કરવામાં પસાર કરી, સવાર થતાં તે આગળ ચાલી નીકળે. અનુક્રમે ફરતાં ફરતાં દુર્ગમ વિંધ્યાચલને ઓળંગી મુનિ જેમ સંસારને વીધીને મેક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજજયિની નગરીમાં પહોંચ્યો. આ સમયે ઉજયિનીમાં ચંડપ્રદ્યોત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની આજ્ઞામાં સેળ મોટા સામંત રાજાઓ હતા. તે તરવાર ગ્રહણ કરતો કે તરત જ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પિતાના માથા પરનો રાજ્યની જવાબદારીનો ભાર -હલક કરવાની ઈચ્છાએ શોધમાં હતા. તેની પરીક્ષા માટે તેણે ડાંડી પીટાવીને જાહેર કર્યું હતું કે, “જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના નગરની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને, કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે.” આ વાત સાંભળીને ઘણા લોકે તે થાંભલાને બાંધવાનો ઉપાય ચિંતવવા લાગ્યા; પરંતુ કેઈની બુદ્ધિ ચાલી શકી નહિ. આ વાત બની હતી તેવા સમયે ધન્યકુમાર ત્યાં આવ્યું. તેણે ઉષણનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબૂલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust