________________ 100 : કથારત્ન મંજૂષા ભાગ-૧ 0 0 0 0 0 0 - ભંડાર બંધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે સચોટ ઉત્તર આપ્યો; “જે અસ્તિત્વ ધરાવે છે તે બધું ક્ષણિક હોઈ શકે નહિ. કારણ કે; “અમુક વસ્તુ અગાઉ જોયેલ હતી તે જ છે.” એવી જે પ્રતીતિ સિથરતાવાળી થાય છે. તેમજ ‘ત આ” એવી સાચી જે પ્રત્યભિજ્ઞા થાય છે. એ ન થઈ શકે તે શબ્દ જ પૂર્વે અનુભવેલી વસ્તુને સંભારનાર હોવાથી પૂર્વે અનુભવેલ વસ્તુનાં અસ્તિત્વને સાક્ષીભૂત બને છે. અને જે લાંબા સમયનાં અસ્તિત્વને પ્રશ્ન જ રહેતો ન હોય તો પછી “એજ તે” એવું જ્ઞાન જ સંભવી શકે નહિ.” - આ ઉત્તર સાંભળી ક્ષાણિકવાદીએ કહ્યું, “આપણું આ વાળ કાપી નાંખ્યા પછી ફરીવાર ઉગે છે, અને તે નવા આવેલા વાળમાં “તે જ આ” એવું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન જેમ ભ્રમ છે, તે રીતે આ દેખાતા થંભ, કુંભ, સભા, રાજા અને ભવન આદિમાં “તે જ આ એવું જે જ્ઞાન થાય છે તે નિરર્થક છે, પરંતુ વસ્તુનાં પૂર્વ અસ્તિત્વનું સાક્ષીભૂત નથી.” આ રીતે ક્ષાણિકવાદીનું કથન સાંભળી બંધુદત્ત મુનિ કહ્યું “એક સ્થાને ભ્રમરૂપ જ્ઞાન થયું, માટે બધે જ તેવું છે,” એમ જે માનવામાં આવે તે મૃગજળમાં પાછું જેમ મિથ્યા હોય છે, તેમ પ્રત્યક્ષ દૃષ્ટિ ગોચર થતાં ઘટપટાદિ પણું શા માટે મિથ્યા નથી કહેવાતા ? આમ તમારી યુક્તિથી તે પ્રત્યક્ષ દેખાતા સર્વ પદાર્થોમાં અપ્રમાણપણાને પ્રસંગ પ્રાપ્ત થશે. અને તેથી તમારા અનુમાનમાં પણ પ્રમાણપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust