________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ H 113 સ્વાર્થપરાયણતા તથા દાંભિક્તાની તો હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વ્યાપારીઓ આ નકામી ચીજ છે, એવી બુદ્ધિથી સર્વ વસ્તુ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈ કોઈનું સગું નથી. મેં તે દેવ-ગુરુ તથા ધર્મની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યું છે. આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે માટી જેવી દેખાતી વસ્તુ લઈને ઘેર આવ્યો. ઘેર ત્રણે મોટા ભાઈઓ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા; “પિતાજી! જુઓ, તમારા શાણુ પુત્રની આ વ્યાપાર કરવાની કુશળતા? જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવશાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદિ નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ વ્યાપારની લેવડ દેવડમાં કુશળ તથા ચીજોની ઉત્પત્તિ, ગુણ, મેળવણુ ઈત્યાદિમાં જાણકાર છે તે બધાએ તો પિતા-પિતાની ઈચ્છિત વસ્તુ પસંદ કરી લીધી અને તે વસ્તુ લઈને પિતાનું કામ કાઢી લીધું અને આપના આ વખાણેલા પુત્રે તે બીજાઓએ નહિ લીધેલા, નાખી દેવાની ધૂળ તથા મીઠાથી ભરેલા આ લેટાઓ લીધા, અને તે અહિં લાવ્યું. મીઠાને વ્યાપારી હેય તે તે પણ આને હાથ લગાડે નહિ. આપના આ ભાઈસાહેબે તો કેવળ ધૂળથી ઘર ભર્યું. માટે પિતાજી! ગુણવાનની પરીક્ષા તો અવસરેજ ક, 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust