________________ 120 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 Jચ્છાને અનુકૂળ કાર્ય કરવું.” આ પ્રમાણે કહ્યા પછી રાજાએ અન્યકુમારને વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજાને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા. ઢેલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે " તમારે હંમેશાં ધન્યકુમારને આડંબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘેર આવીને ધન્યકુમારે પિતાને નમઃ સ્કાર કર્યા. પિતા પણ તેને મળેલ રાજ્યમાનની વાત સાંભળીને રાજી થયા. ધનદત્ત આદિ ધન્યકુમારના ભાગ્યહીન વડિલ ભાઈએ તે ઈર્ષોથી તે સમયે ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મોટા મોટા ડાહ્યા, તથા વિદ્વાન તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી, યશ તથા કીર્તિના પ્રભાવે તથા મિત્રો ઉપરના અસાધારણ પ્રેમના યોગે ધન્યકુમારના શત્રુઓ લગભગ કેાઈ જ રહ્યા નહિ. રાજાની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન–અમાત્યને પૂજવાને યોગ્ય બનેલ ધન્યકુમારની રાજસભામાં અને નગરમાં જાણે બીજે રાજા જ હોય તેવી પ્રશંસા થવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ એક દિવસ રાજાને પ્રણામ કરી, સભામાંથી ઉઠી દિગ્ય વસ્ત્રો તથા અલંકારોથી સજિજત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust