________________ 118 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કહી સ્વીકારી લીધું - આવી રીતે વહાણુમાંનો ભાગ મને મળ્યો છે. મારા ભાગમ: આવેલ તેજસૂરી મેટા જથ્થામાં હજ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરે તે મારે શિરસાવંઘ છે.” ધન્યકુમારની આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા જિતશત્રએ સભામાં બેઠેલા સર્વ કેઈને કહ્યું, ' “જગતમાં બીજાનું સુખ જોઈને થતી ઈષ્યને પ્રભાવ તો જુઓ! પિતાનાં અજ્ઞાનથી વસ્તુના ગુણે સમજી ન શકવાથી અમુક ચીજમાં પિતાનું કાંઈ વળે તેમ નથી એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી, તે વખતે તેઓએ તો ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા યોગ્ય વસ્તુ તે આ બાળક જ સ્વીકારે. જે તેને બાપ આવ્યો હોત તો કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યો, માટે આપણા માથેથી ઉતરેલી વસ્તુ બીજાના માથા ઉપર ભલે પડે !" આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પિતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીઓ પોતપોતાને મનગમતી ચીજે લઈ ગયા. તે સર્વેએ પિતાના સ્વાર્થને આગળ કરી જરા પણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં, વિચક્ષણતાથી મૂંગા રહેલ આ ધન્યકુમારને દુર્જનતાને ખેલ જોતાં અચાનક પોતાને ઈષ્ટ વસ્તુ મળી ગઈ. ભાગ્યો ધન્યકુમારને હાથ તો આ ચીજ અચાનક ચડી ગઈ છે તેમાં કાંઈ કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust