________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ : 121 ધન્યકુમાર પાંચ પ્રકારના વાજીંત્રોના નાદ સાથે રાજ' માગ ઓળંગી પિતાના ઘર તરફ આવતું હતું. તે સમયે ભાતભાતના મણિ મોતીના ઝુમખાં વગેરેથી સુશોભિત અસિનવાલા વાહનમાં તે બેઠો હતો. જુદા જુદા દેશથી આવેલ ભાટે આગળ ચાલી તેને યશ ફેલાવી રહ્યા હતા. ચારે બાજુથી હજારો સામન્ત તથા શેઠી આઓ તેને વિનયપૂર્વક પ્રણામ કરી રહ્યા હતા. આસપાસ આવતા ગરીબ તથા અપંગ માણસને તે દાન દેતે હતે. હાથી, ઘેડા તથા સુભટથી પરિવરેલો હતો. જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલા અને રત્નના અલંકારોથી સુશોભિત તેજસ્વી ઘોડાઓ તેની આગળ નાચ કરી રહ્યા હતા. આવી રીતે ઠાઠમાઠ સાથે આવતા ધન્યકુમારને તેના ત્રણે ભાઈઓએ પોતપોતાના મકાન ઉપર ઊભા ઊભા આશ્ચર્ય પૂર્વક જોયા. - આ સમયે લોકો બાલવા લાગ્યા, “ભાઈઓ ! પૂર્વ જમમાં કરેલાં પુણ્યનું ફળ તે જુઓ ! સહુથી નાને છતાં આ બાળ ધન્યકુમાર વૃદ્ધોને પણ માન આપવાને ગ્ય બળે છે; માટે મેટાઈનું કારણ વય નહિ, પરંતુ પુણ્યાઈનું તેજ છે. કહ્યું છે કે, “તેજસ્વી માણસોની વય જોવાની જરૂર જ રહેતી નથી. માને છતાં તેજસ્વી હોય તો તે પ્રશંસાને પાત્ર બને છે. કારણ કે, હસ્તી મોટા શરીરવાળો છતાં અંકુશને વશ થાય છે. તેથી શું અકુંશ હસ્તી જેવડો હોય છે? નાનું સરખે દીવ મહા અંધકારને નાશ કરે છે, તે અંધકાર તથા દી સરખા હોય છે? વા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust