________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 117 ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી નમસ્કાર કરી તેમના આદેશથી એક આિસન ઉપર બેઠે. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યું; “ધન્યકુમાર! તું કુશળ છે?” ધન્યકુમારે કહ્યું, “દેવગુરુ તથા ધર્મના પ્રભાવે તેમજ આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ પૂર્વની પુણ્યાઈ છે, અને તે ધર્મને આધીન છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજાએ પોતે મોટી કૃપા કરી મને સંભાયે, મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તો તેમાં કાઈ ન્યૂનતા પણ ન રહી.” ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે, “ધન્ય! પેલા વહાણમાંની વેચવાની ચીજોમાંથી તે કાંઈ ભાગ લીધે કે નહિ?” મહારાજ ! આપની જેવી મારા ઉપર કૃપા છે તેવો ભાગ પણ મને મળ્યો છે.” “કઈ રીતે ?" જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ હકીકત સરળતાથી રાજાને કહી સંભળાવી. અને કહ્યું“મહારાજ! “આ વસ્તુ તદ્દન નકામી છે” એમ નિશ્ચય કરીને મને આળક જાણ મારે માથે વડિલ વ્યાપારીઓએ માયાથી આ વસ્તુ ઓઢાડી દીધી. કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તો દેવ - ગુરુ અને ધર્મના પ્રભાવે તે ચીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust