________________ 0 0 0 0 0 0 0 0 0 પુણ્યનો પ્રભાવ : 115 એમ વારંવાર કરીને ખૂબ કિંમતી સેનું બનાવ્યું. તેથી ધનસાર અને અન્ય સ્વજને બહુ આનંદ પામ્યા. માત્ર મોટા ત્રણ ભાઈઓ સિવાય સર્વ નેહીજનો તેની પ્રશંસા કરવા લાગ્યા. તે ત્રણે વડિલ બંધુઓ તો હૃદયમાં ઈર્ષ્યાથી અળી જવા લાગ્યા. આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ઈર્ષ્યાળુ માણસે રાજા પાસે જઈને કહ્યું, “સ્વામી, ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજસૂરિકાથી ભરેલા માટીના લોટાઓ લઈ ગયા છે, અને તે વાત કઈને કહેતા પણ નથી. તે તેજસૂરિકા તે આપના જેવાના કે ઠારમાં શેભે, માટે તે મંગાવી લઈને આપના કે ઠારમાં તે ભરવી, તેજ તે ધન્યકુમારને તેની અપ્રમાણિકતાને યોગ્ય બદલો મળશે.” રાજા જિતશત્રુએ આ વાત સાંભળી, ને નીતિપ્રિય એવા તેણે વિચાયું; “મેં જ્યારે વહાણની ચીજે બધા મોટા વેપારીએને આપી, ત્યારે કહ્યું હતું કે, “જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું” હવે એવી રીતે મારે ઘૂંક્યું ગળવું તે કાંઈ યોગ્ય ન ગણાય, પણ આ વાત તો આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ, વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની ગયેલા, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડદેવડમાં પ્રવીણ વ્યાપારીઓ પાસે ધન્યકુમાર જેવો નાનો માણસ શી ગણતરી. માં? ને વળી મને આવીને ખોટું કહી જનારા માણસોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust