________________ 116 : કથારસ્ન મંજૂષાઃ ભાગ–૧ 0 0 0 0 0 0 વિશ્વાસ પણ શે? માટે આ વાત તે ધન્યકુમારને બોલાવી મારે પૂછવી તે વધારે યોગ્ય છે.” આમ વિચારીને રાજાએ ધન્યકુમારને બેલાવવા માટે માણસે મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા આપના પુત્ર ધન્યકુમારને મહારાજા બોલાવે છે.” ધનસાર ચિંતાપૂર્વક પુત્રને કહ્યું, “રાજા તને બેલાવે છે. ' ધન્યકુમારે કહ્યું, “મહાભાગ્યની વાત. બહુ સારું થયુંમેટાં ભાગ્ય હોય તોજ રાજાને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. કેટલાકને તે રાજાને મેળાપ કરવાને માટે પ્રપંચે કરવા પડે છે અને મને તો રાજાએ પોતે જ બેલા છે. આપની કૃપાથી સર્વ સારા વાના થશે. આપે કાંઈ પણ શંકા લાવવાની જરૂર નથી.” આમ કહીને વસ્ત્ર તથા અલંકાર સજીને પિતાની સાથે યોગ્ય સેવકોને લઈને તે રાજા પાસે ગચો. આ ત્રણે મોટા ભાઈઓ રાજાનાં આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બેલવા લાગ્યા; “જોયું ! “કીડી ભેગું કરે અને ભેરીંગ ભગવે " એવી જે લેકમાં કહેવત ચાલે છે તે કેવી સાચી પડી ? આપણા ભાઈશ્રીએ કાળા ધોળા કરીને અહીં તહીથી જે ધન ભેગું કર્યું છે, પણ તે આગલુ પાછલું સર્વ દ્રવ્ય રાજા એક સપાટે ઘસડી જશે. આનાં પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં બાપા તે ધન્યકુમારના ગુણ જ ગાયા કરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust