________________ 114 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 થાય છે. કાકતાલીય ન્યાયે કદાચ એક બે વાર મૂર્ખ માણસે કરેલ સાહસથી સીધું પડી જાય પણ તેટલા ઉપરથી તેની હદ ઉપરાંતની પ્રશંસા ન કરીએ.” પુત્રોને આ પ્રમાણે હાસ્ય કરતા જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછયું, “પુત્ર! વહાણુમાં બીજી ઘણું ચીજે વેચવાની હતી, છતાં તું આ ધૂળ તથા માટીથી ભરેલા લોટાઓ શા માટે લઈ આવ્યો ?" પિતાનું આ વચન સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આખ્યા; “પિતાજી! આપનાં ચરણના પ્રતાપે દરિદ્રતા રૂપી વનને બાળી નાખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેડીઆએ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઈથી મારે માથે ઓઢાડી દેવા તેઓ તૈયાર થઈ ગયા. પણ મેં તો દેવગુરુના પ્રતાપે આ વસ્તુનો પ્રભાવ સમજી જઈને તેનો સ્વીકાર કરી લીધું છે. હવે આપ તેને પ્રભાવ સાંભળે. આ માટી આપ સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તે લેટું પણ સેનું બની જાય એવી આ માટી છે. આ તે પાશ્વપાષાણની ખાણમાંથી મળી આવતી, સંસારના દરિદ્રયને હરનારી તેજસૂરિકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પલ તાંબાને તેની સાથે એક રૂપ કરવાથી તાંબાનું સેનું બની જાય છે.” આમ કહીને ધન્યકુમારે તે જ વેળા એ ઉપર કહેલ ક્રિયાવડે તેણે તાંબા તથા લોઢાનું સોનું કરી બતાવ્યું, પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust