________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યને પ્રભાવ : 111 ' પછી સવારના ફરી બધા વ્યાપારીઓ મળ્યા ત્યારે એક જણે કહ્યું, “ધનસારના ઘેરથી કેાઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારનાં ઘેર તેને બોલાવવા એક માણસને મેકલ્ય, ધન સારે પિતાના ત્રણેય મોટા પુત્રોને જવાની આજ્ઞા કરી એટલે હદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું “પિતાજી! અમને શા માટે મોકલે છે? આપના હોશિયાર પુત્રને શા માટે મોકલતા નથી? તેને મોકલે, એટલે વસ્તુને લેવામાં તેની કેટલી પ્રવીણતા છે તે તે જણાય? તમે હંમેશા તેની પ્રશંસા કરે છે તે પરીક્ષા કરવાનો આ અવસર મળી આવ્યો છે; માટે આપ તેને જ મેકલીને લાભ મેળવે !" પુત્રનું આ પ્રકારનું વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યો. સરળતાનો ભંડાર ધન્યકુમાર પિતાને આદેશ પિતાના મસ્તક પર વિનય પૂર્વક ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયો. બધા વ્યાપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છૂટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજે ઉપર આ બે ફેરવતો મૂંગો મૂંગો 9 રહ્યો. જ્યારે પેલા મીઠાથી ભરેલા લોટાઓ વહેચવાનો વખત આવ્યો, ત્યારે તે લેવા માટે કેાઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને પરસ્પર ધૂસપુસ વાતો કરવા લાગ્યા; “આ અજા ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેનેજ આ પકડાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust