________________ 110 : કથાતન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાજાના આદેશથી વહાણમાંની વેચવાને યોગ્ય સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. ત્યારબાદ બીજી જે જે ચીજ તેમાં હતી, તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો માટીના લોટાઓ નીકળ્યા. રાજા વગેરે સર્વ લોકો તે જોઈને મનમાં વિચારવા લાગ્યા, “આ વહાણના માલિકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથી જ કઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લોટા લઈ લીધા જણાય છે.” રાજાએ પ્રતિષ્ઠાનપુરના શ્રીમતેને બોલાવીને બધી વેચવાની ચીજો બતાવીને કહ્યું કે, “આ વહાણની ચીજો - તમને કેઈને ખોટ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં કિંમત દઈને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુનાં ભાગ્ય પ્રમાણે લાભ મળશે.’ રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ પરસ્પર વિચારવા લાગ્યા કે; “રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વ્યાપારીઓને બોલાવીને વહેંચી દઈએ એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેવાય. એક માણસથી આટલા બધો બે જે ઉપાડી શકાય નહિ, માટે આવતી કાલે બધા વ્યાપારીઓને બોલાવી ગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જઈશુ.” આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust