________________ 108 6 કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલિવષ જાતિના દેવમાં ઉત્પનન થયા. હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતાં ત્યાંથી ચ્યવીને તેઓ -એક બ્રાહ્મણના ઘેર જન્મથી મૂંગા પુત્રપણે ઉતપન્ન થયા. પૂર્વના પાપના ઉદયથી રેગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુખેથી વિટંબના ભેળવીને તેઓએ ત્યાંથી મરીને અનેક ભમાં પરિભ્રમણ કર્યું. આ રીતે ધન્યકુમારના વડિલ બંધુઓને તેઓના પિતા ધનસાર કહે છે કે, “હે પુત્રો ! આગમ જાણવાવાળા બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રુદ્રાચાર્ય આચાર્ય મહારાજ ! જેવા પણ એક ઈર્ષ્યા દોષથી જો આટલું ઘોર દુઃખ પામ્યા તો પછી ધગધગતા અગ્નિના ગોળા જેવા - તમારા માટે તો શું કહેવું? માટે સમજે, અને ગુણના અનુરાગી બને !" પિતાના આ પ્રમાણેના હિતવચનોને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખથી ઢાંકેલા અગ્નિની માફક હૃદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને ડેળ કરતા કેટલાક દિવસ સુધી તે મૂંગા જ રહ્યા. આમ ગુણ દ્વેષથી થતાં અનર્થોને જાણીને સુજ્ઞ આત્માએ એ સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનૂ સમાન ગુણાનુરાગને કેળવવા પ્રયત્નશીલ બનવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust