________________ 10 : પુણ્યનો પ્રભાવ ધન્યકુમારના ત્રણેય ભાઈઓ લોકલજજાના કારણે બહારથી અનુકૂળ થઈ ધન્યકુમારની સાથે થોડો સમય તે સાથે સંબંધ રાખતા, તથા પરસ્પર શિષ્ટાચાર જાળવીને ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા, એક દિવસ પ્રતિષ્ઠાનપુરનાં રાજ્યની હદમાં આવેલા. સમુદ્રના કિનારે બંદર પર એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચડ્યું. તે વહાણને સ્વામી રસ્તામાં મારી ગયો હતો. વહાણના વ્યાપારી પ્રવાસીઓએ રાજા પાસે. આવી વિનંતિ કરી; “સ્વામી ! અમારા વહાણને માલિક રસ્તામાંજ મરણ પામ્યો છે. તેને કોઈ સગાંવહાલાં નથી. સ્વામી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ હસ્તગત કરે અને વહાણમાં જે કાંઈ અમારું હોય તેને ભાગ વહેચી આપ અમને આપી દે.” રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પિોશાકથી સત્કાર કરી, સહુને માલ આપી. દઈ વિસર્જન કર્યા. એટલે તે વહાણમાં સાથે આવેલા સર્વ વ્યાપારીઓ પ્રવાસને યોગ્ય વસ્તુઓ લઈને પિત–પિતાના, સ્થાનકે ગયા. ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માગે શહેર તરફ લાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust