________________ 104 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ગયાં. પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડાં ફળ અને ફુલોનો નાશ થઈ જાય તેમ ગુરુ તરફના ઉત્સાહ રૂપી જળના સિંચન વિના બધુદત્ત મુનિનાં જ્ઞાનરૂપી પુપા સૂકાઈને ખરી જવા લાગ્યા. જ્ઞાન અને ક્રિયા બંનેમાં તેઓ શિથિલ થઈ ગયા. એ સમયે સાકેતપુર નામના નગરમાં નિષ્કપ નામના રાજા રાજ્ય કરતો હતો. તે જાણે સર્પને ભાઈ હોય તેમ દયાહીન, કૃપણ તથા ક્રૂર હતે. મિથ્યાત્વી ધર્મનાં શાસ્ત્રોનું શ્રવણ કરવાથી ભ્રમિત થઈ ગયેલ ચિત્તવાળે તે રાજા પાપ કરવાથી વિરામ પામતે નહિ. શિકાર વગેરેમાં હિંસા કરતા, જૂઠું બોલતે, ચોરી કરતે અને વ્યભિચાર વગેરે સર્વ મેટા પાપે તે હંમેશા આચરતો. - બ્રણ બુદ્ધિવાળે તે રાજા પુરોહિતની પાસે અજામેલ, અશ્વમેધ, મનુષ્યમેધ, ગૌમેધ, વગેરે યજ્ઞો કરાવતો અને બ્રાહ્મણોને વિના સંકોચે સોનું, જમીન, મીઠું અને તલ વગેરેનું તે દાન કરતે. પર્વના દિવસેએ અભિમાનથી સેનાની ગાય બનાવીને તે ગોળ, તેલ સહિત બ્રાહ્મણને દક્ષિણામાં આપી દેત. મિથ્યાવી બ્રાહ્મણ ગુરુએથી ખાટી વૃત્તિઓમાં પ્રેરાયેલો તે દયાહીન અધમી રાજા જૈન મુનિ. ઓને અનેક પ્રકારની પીડા કરતે. આ સર્વ કારણેથી મુનિઓએ સાકેતપુર નગરને સાપના ઘરની માફક ત્યજી દીધું હતું. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust