________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી કસૂરિ : 105 સમિલ મુનિ પિતાના ગુરુમહારાજ આચાર્ય રૂદ્રસૂરીશ્વરજીને કહેવા લાગ્યા કે, “ભગવાન ! જે આપ આજ્ઞા આપો તો હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયત્ન કરું.” ગુરુએ તે દુષ્ટ રાજાને બોધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. - દયાના સમુદ્ર તે સેમિલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘેર વસતિ યાચીને રહ્યા. તે જ દિવસે પિતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા મૂહુર્ત રાજા ગ્રહપ્રવેશની સર્વ તૈયારી કરાવતો હતો. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સોમિલમુનિએ પિતાનાં જ્ઞાનથી ભવિષ્યમાં થવાને અનર્થ જાણીને તે રાજાના મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર ! તમારા રાજાને આજે તે મહેલમાં પ્રવેશ કરતા અટકાવવા, કારણ કે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાને છે. આજે રાત્રે વિજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈથી થઈ શકે તેમ નથી. બનનાર વસ્તુને કેઈકી શકે તેમ નથી. ભવિતવ્યતા બળવાન છે, છતાં હું આ વાત તમને નિશ્ચયપૂર્વક કહું છું. જે વધારે ખાતરી કરવી હોય તો આજ રાત્રિના રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સર્ષ જે હતો, તે રાજાને પૂછીને ખાતરી કરજે, અને જે કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો.” મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકત જણાવી. રાજા પણ આશ્ચર્ય ચકિત થઈ જઈને વિચારવા લાગે; “અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન! રાત્રિના મેં જોયેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust