________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી દ્રસૂરિ : 103 આ બધુદત્ત મુનિના વિજયનો ઉદ્દેષ કરનારાં આવાં વાક્યો સાંભળીને કુશળ હોવા છતાં પણ તેમના ગુરુ રૂકસૂરિનાં કાનમાં જાણે શલ્ય પિસતું હોય તેમ થયું, અને તેમના મેંઢા ઉપર રોષની છાયા ફરી વળી. જેમ પરાક્રમી કામદેવને જોઈને મહાદેવ જેવાને પણ અદેખાઈ થઈ હતી, તેમ પિતાના સેવકને અધિક તેજવાળા જોઈને મોટા માણસોમાં પણ કઈ વખતે માનના ગે દુર્ભાવ જાગે છે. પછી સંઘ સહિત બધુદત્ત મુનિએ ગુરુને વંદન તથા સ્તુતિ કર્યા છતાં રૂદ્રાચાર્ય ઈર્ષાથી કાંઈ બોલ્યા જ નહિ. પાણીથી ભીંજવાતા પણ ગરમ પત્થર જવાળાઓ પ્રગટાવ્યા વગર રહી શકે ખરો કે? બધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તો દૂર રહ્યું, પણ પાછા ફરવાના સમાચાર પણ રૂદ્રાચાર્યે તેમને પૂછવા નહિ. મોટા મોટા માણસે પણ ઈર્ષ્યા આવતાં વિવેકશૂન્ય બની જાય છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ જેને વશ થતાં પલટાઈ જાય છે તેવા કષાયને ધિક્કાર હો. જેમ ચક્ષુની ખેડવાળા મનુષ્ય, પાસે બેઠેલાને પણ જોઈ શકતા. નથી તેમ મલિન હદયવાળા માણસ પાસે આવેલા શિષ્યના. પણ ગુણ જોઈ શકતા નથી. આ પ્રમાણે ગુરુની ઉપેક્ષા તથા દુર્ભાવથી પઠન-પાઠના આદિ જ્ઞાન ઉપરથી બન્યુદર મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેમણે લગભગ જ્ઞાનાદિનો અભ્યાસ એવી રીતે છોડી દીધો. કે કેમે ક્રમે વિદ્યાના અભ્યાસ વિના તેઓ જડ જેવા બની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust