________________ 0 0 0 0 0 0 0 * આચાર્ય શ્રી સ્વસૂરિ 101 ઘટી શકશે નહિ, કારણ કે તે અનુમાન પણ પ્રત્યક્ષ પૂર્વક જ થાય છે, અને તમારા કહેવા પ્રમાણે તે જે પ્રત્યક્ષ છે, તે સર્વ અસત્ છે; વળી તમારા કહેવા પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણમાં નાશ પામનારી માનીએ તો પછી માને મારી નાખનાર મનુષ્ય પણ માતૃઘાતી ન ગણાય, કારણ કે જેનાથી તેને જન્મ થયો હતો તે તો ક્ષણિક હોવાથી તે માતા તે તે ક્ષણમાં જ નાશ પામી ગઈ, અને જેને તમે હમણાં મારી તે તે કોઈ બીજી જ હોવી જોઈએ એમ સિદ્ધ થાય.” વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અથવા પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહે જ નહિ, કારણ કે સ્ત્રી પુરૂષના લગ્ન થાય તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચૂક્યો. જે આમ બને તો કિઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય જ નહિ, કારણ કે પિતાને પરિણીત પતિ તે તે ક્ષણે જ નાશ પામ્યા છે. વળી જે તમારો મત સિદ્ધ થાય તે પછી વ્રતને લેનાર એક ને પાળનાર બીજો, તથા તોડનાર વળી ત્રીજે જ કરે; કારણ કે વ્રત લેનાર તો તે જ ક્ષણે નાશ પામ્યો, પછીની ક્ષણોમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, અટલે વ્રતના લેનારને તે તેડે તે પણ વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહિં. તેવી જ રીતે થા પણ મૂકનાર કેઈક અને પૈસાની લેણદાર કોઈ અન્ય જ બને, કારણ કે આપનાર અને લેનાર તે તે ક્ષણે જ નાશ પામ્યા. ધન પણ નાશ પામ્યું. તે પછી કેણ કેને આપે? અથવા કે કોની પાસે માગી શકે? આ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust