________________ 8: મહામૂલ્ય પલંગ યુક્તિપૂર્વક તથા હિત વચનોથી તે ધનદત્ત આદિને બાધ આપવા છતાં અદેખાઈની આગથી સળગી જતા હદયવાળા તે ત્રણેય ધન્યકુમારના વડિલ બંધુઓ જેમ મેઘની ધારાથી પર્વત ઊલટા કઠણ થાય છે, તેમ વિશેષપણે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાના પિતા ધનસારને કહેવા લાગ્યા, “પિતાજી! તમે એકદમ અમને શિખામણ આપવા મંડી જાઓ છો, પરંતુ આપ જરા વિચાર તો કરો કે, ધન્યકુમારે હોડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેમાં ધન્યકુમારની વ્યાપારિક કુશળતા જણાય નહિં. તેનું નામ તા જુગાર કહેવાય. અમે જુગારમાં પ્રવીણતા પ્રાપ્ત કરનાર ધન્યકુમારની પ્રશંસા કઈ રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હોત તો અમે પણ તેની પ્રશંસા જરૂર કરત. જુગારથી લાભ તો કવચિત્ જ થાય છે. પરંતુ ધનની હાનિ તો નિરંતર થાય છે. વળી આ વ્યવસાય કુલીન માણસોને છાજે પણ નહિ. ભીલના તીરની માફક કેઈક વાર નિશાન બરાબર લાગી જાય તેમાં શું વળ્યું? સાચી પરીક્ષા તે વ્યાપારથી થાય, આવી પ્રપંચાદિ ક્રિયાથી ન થાય.” - ધનદત્ત આદિના વક્રોક્તિ ગર્ભિત આવાં વચને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust