________________ 96 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. - નિમિત્ત કહેવામાં સર્વ થી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે. અંગે, હાથની ગણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની વાતને અમેઘ કહી શકનારા ત્રીજા સેમિલ નામના મુનિ હતા. તે સૌમિલ મુનિ આઠ અંગોમાં અંતરિક્ષવિદ્યામાં–આકાશમાં દેખાતી શુભ કે અશુભને સુચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિ વિદ્યામાં–પૃથ્વીકંપ વગેરે. કયારે થશે તે સંબંધી, અંગ વિદ્યામાં-ડાબી જમણી આંખ વગેરે ફરકવાના ફાયદા અથવા નુકશાન સંબંધી અથવા જે અંગને સ્પર્શ કરીને પ્રશ્ન પૂછવામાં આવે તેના ફળ સંબંધી. સ્વરદયમાં સૂર્યના કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે. તે સંબંધી, ચૂડામણિ વિદ્યામાં પૂર્વ જન્મના પાપ પુણ્ય સંબંધી, શુકનશાસ્ત્રમાં દુર્ગા વગેરે પક્ષીઓના સ્વર, ગતિ તથા ચેષ્ટા સંબંધી, તિષ શાસ્ત્રમાં ગ્રહની ગતિ સંબંધી, સામુદ્રિક વિદ્યામાં પુરૂષ–સ્ત્રીના સારા ખરાબ. સંબંધી અને સ્વપ્ન શાસ્ત્રમાં શુભ અશુભ સ્વપ્ન સંબંધી. જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે આઠ પ્રકારના નિમિત્ત શાસ્ત્રમાં. તેમનું કથન યથાર્થ–સત્ય પડતું. જેથી રાજા મંત્રો, ઇત્યાદિ સર્વને તેઓ પ્રતિબોધ આપી ધર્મ પમાડતા અને બંધ કરી શકતા હતા. ચોથા કાલિક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મકૃત્ય કરીને ત્રણ જગતને કાંટા સમાન પ્રમાદ રૂપી ચોરને વશ કર્યો હતો. ઈસમિતિથી આગળની ભૂમિને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust