________________ 0 0 0 0 0 0 . 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 97 ઉપયોગ પૂર્વક જાણે કે નરકના જીવોને ઉદ્ધાર કરવાની ચિંતાવાળી હોય તેમ નીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુ કાળ પર્યત વિનય વગેરે ઉપચારથી મુખપાઠ કરેલ વિદ્યા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મોઢું ઉઘાડીને બેલતા જ નહિ. તેઓ ભાષા સમિતિનો ઉપગ રાખતા. બહાર અથવા અંદરની રજની શંકાથી જાણે હોય તેમ પૂજ્યાપ્રમાયા સિવાય પાત્રા, ઉપધિ ઈત્યાદિ લેતા કે મૂકતા નહિ. ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર ભૂમિ ઉપર તેઓ પરઠવતા. એ રીતે ગોચરી આદિમાં પણ ખૂબ જ ઉપયોગ રાખીને પગ મૂકતા. સત્ય અને અસત્યામૃષા બે ભંગવાળા અને મધુર નિપુ ણાદિ આઠ ગુણવાળા તેમજ જિનેશ્વરની આજ્ઞાથી અબાધિત સત્ય વચનને જ તેઓ બોલતા અને સમ્યફશાસ્ત્રને અનુકૂળ મનોયોગ પૂર્વક સર્વ આચારો તે આચરતા. આમ પવિત્રતાના નિધાન જેવા તે મુનિ સર્વને પ્રશંસા કરવાને ચગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાઓની તે હંમેશા આરાધના કરતા. આવા તે કાલિક મુનિ જૈન શાસનને દીપાવતા હતા. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્ય આ બધા મુનિવરોને પૂજા સત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા, ત્યારે તેઓને એ આદર-સત્કાર જોઈ ન શકવાથી રૂદ્રાચાર્ય હદયમાં બળવા લાગ્યા. ઈર્ષાળુ માણસ કોઈને પણ ગુણેથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઈ શકતા નથી. ઊલટું કે, 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust