________________ 0 0 0 0 0 0 0 0 આચાર્ય શ્રી રુદ્રસૂરિ : 95 પાળવામાં ઉઘુક્ત રૂદ્રસૂરિ નામના આચાર્ય મહારાજ થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન, શીલ. તપ તથા ભાવની જેમ, મૂર્તિમંત ઉજજવળ ધર્મના ચારે ભેદ હોય તેવા શોભતા હતા. તે ચારમાં પહેલાં બંધુદત્ત નામના મુનિ વાદલધિમાં -બહુ હોંશિયાર હતા. પિતાનાં તથા પર દર્શનના અભ્યાસી તે મુનિરાજ વિકટ તકને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરતા કે; “તે મુનિથી વાદમાં જીતાવાથી જ હલકા બનેલા ગુરૂ તથા ભાર્ગવ (શુક) ગ્રહ રૂપે જાણે આકાશમાં ફરે છે. તે મુનિ દેષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પદ્ય લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. -શબ્દને ઉચ્ચાર કરવામાં તેમને એ અદ્દભુત કાબુ હતો કે; પવગ તથા તવર્ગને એક પણ શબ્દ ન આવે તે રીતે ઠને તેમજ દાંતને જીભે અડાડ્યા સિવાય પ્રતિવાદી સાથે વાદ કરતાં એક વર્ષ સુધી પણ હારતા નહિ. બીજા અરિહંત ભગવાનના શાસનરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષમણ વગેરે દુષ્કર તપ કરવા -વાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી મુક્તાવલી, લઘુ અને બહસિંહનિષ્ક્રીડિત, આચાર્લી વર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષુપ્રતિમાદિ તપશ્ચર્યાઓ અનેક વખત કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉદ્યોત કરવાવાળા મહાન તપસ્વી હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust