________________ 9 : આચાર્ય શ્રી રુદ્રસૂરિ આમ -ધન્યકુમારની પુણ્યાઈથી આકર્ષાયેલા સ્વજને સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ સ્વાભાવિક દષદષ્ટિવાળા તે ત્રણે મોટા ભાઈઓ ઉપર તેની કાંઈ અસર થઈ નહિ. સગાંહાલાંઓ પાસેથી ધન્યકુમારના યશોગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. અદેખાઈ થી જળતા તે પુત્રોને બોલાવીને ધનસારે ફરી શિખામણ આપતાં કહ્યું, “હે પુત્રો ! ઈર્ષ્યાને ત્યજીને ગુણોને ગ્રહણ કરતાં શિખો.” કારણ કે, “કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા) ને લીધે, શું હદય પર ધારણ કરવામાં આવતું નથી ? અને ચંદ્ર જે રાત્રિને રાજા પણ પદ્મને દ્વેષી હેવાથી (પદ્મને રાતના સંકોચી નાખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરે?” માટે જે માણસે ઈર્ષોથી ગુણીના ગુણ ગાતા નથી, તે મુદ્ર માણસે આચાર્ય રૂદ્રસૂરિની જેમ મોટા સાધુ સમુદાયના સ્વામી છતાં વિટંબના પામી પરભવમાં દુઃખી થાય છે. તે કથા હું કહું છું. તે તમે સાંભળે!” ગુણષ ઉપર રૂદ્રાચાર્યની કથા પૂર્વકાલમાં અગણિત ગુણોથી સુશોભિત દેહવાળા, જ્ઞાની, -સેકડો સાધુઓના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust