________________ 292 H કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સગાં સનેહીજનેની શિખામણથી તે પલંગ તેઓએ ઢેડને આપી દીધું. ચંડાળ તે પલંગ લઈ બજારમાં વેચવા આ. શહેરીઓ સવે આ તે મરણ પામેલાને પલંગ છે.” એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હોંશિયાર માણસે પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનાર માનીને અંદરનાં રહસ્યથી અજ્ઞાત હોવાને લીધે તે પલંગ વેચાતો લેવાની ના પાડી ચાલ્યા ગયા. આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાં જ આવી ચડયો. આમ તેમ જેતા તે પલંગ તેની દષ્ટિએ પકડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલી તડે, અતિશય ભાર તથા પાયા વગેરેની જાડાઈ ઇત્યાદિ જોઈને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણું સેનાના સાત ભાષા આ પી ધન્યકુમારે તે ખરીદ - પછી મજૂર પાસે તે પલંગ ઉપડાવી પિતાનાં ઘેર લાવી ગુણવાન ધન્યકુમારે માતા, પિતા, વડીલ બંધુઓ ઈત્યાદિ સર્વને તે દેખાડો. પુત્ર પ્રત્યેની મમતાના કારણે ધનસારે કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુઓ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી. તેવામાં તે ઉચા -નીચે થવાથી તેના ભાગો છૂટા પડી ગયા. એટલે તરત જ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષમી હોય તેમ તેને જમીન પર પડતાં આખો ઓરડો તેજસ્વી રત્નથી પ્રકાશિત થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust