________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ : 91. એટલે અંતિમ ઘડિયે ભોંય પથારી નાખવાની ઈચ્છાવાળા તેના પુત્રોએ તેને ઉપાડવા માંડયો. જેમ આત્મા પિતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છોઢી શકતે નથી, તેમ તે શેઠ તે ખાટલાથી છૂટો થઈ શક્યો નહિ; એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું, “તમને જે તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તો તેમને મન પોતાના પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણું તેમને છૂટા ન પાડશો.” માતાનાં વચનથી પુત્રોએ તેને ભોંય પથારીએ લીધો નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામ્ય, પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્ર તેના શબને પલંગ સાથે જ સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂક્યો. અગ્નિ સંસ્કાર કરવાની તૈયારીમાં હતા, તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાલે આવી તે પલંગ માગે. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાલ સાથે મોટે કજીઓ થઈ પડશે. તે ચંડાળ અગ્નિ સંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યો. આમ પરસ્પર કછો થતે જોઈને સગાવ્હાલાંઓ ધનપ્રિયના પુત્રને કહેવા લાગ્યા, “ઢેડ સાથે કલહ કરવામાં આપણે કદિ ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃત દેહને પહેરાવેલ તથા વીંટેલ કપડાઓ ચંડાળ જ લઈ જાય છે. માટે હવે પલંગ પણ તેને દઈ દયે. સમશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાનું વચન પણ પાળ્યું. હવે તે લોકો. ભલે લઈ જાય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust