________________ 0 0 0 0 0 0 0 0 0 મહામૂલ્ય પલંગ : 89 કે “સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કેઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી?” અભક્ષ્યાદિ ચીજો ખાઈને શરીરને પુષ્ટ કરવાની ઈચ્છાવાળા મનુષ્યોને જોઈને મૃત્યુ હસતાં હસતાં કહે છે કે; “આ -સંસારી આત્માઓની મૂર્ખતા તો જૂઓ, પોતાનાં શરીર માટે આ મૂખ પછાડા મારે છે પણ નથી જાણતા કે મૃત્યુ પાસે આવતાં શરીરને પિગ્યું હોય કે ન પોપ્યું હોય તે સર્વ -સરખું જ છે.” અનેક પાપ કરીને મેળવેલ ધન પૃથ્વીમાં દાટવા જનાર માણસને જોઈને પૃથ્વી હસે છે કે, આ બિચાર કેટલો ગમાર છે? મનમાં સમજે છે કે પ્રસંગ આવતાં આ ધન મારે ભેગવવા કામ લાગશે, પરંતુ મૂર્ખ નથી સમજતો કે લક્ષમી તેં જેને ભોગાંતરાય તૂ હોય, ભોગવવાનું પુણ્ય જેણે ઉપાર્જન કર્યું હોય તે પુણ્યશાળી આત્મા જ ‘ભોગવી શકે છે. ભાવિના ગર્ભમાં પેસી કઈ જાણી શકયું છે ખરું કે લક્ષ્મી કેની થશે? કમની ગતિ વિચિત્ર છે.” તે રીતે કુલટા સ્ત્રી જારથી થયેલા પુત્રને રમાડતા પતિને જોઈને મનમાં હસે છે કે, “આ મૂખ પતિ મનમાં ખુશી થાય છે કે હું મારા પિતાના પુત્રને રમાડું છું, પરંતુ તેને ખબર નથી કે આ કેનો પુત્ર છે? પિતે પામર અને અજ્ઞાન છે, એટલે પિતાને આ પુત્ર હેય તેમ માની ગવથી તે નિરર્થક ફુલાય છે.” એટલે સમજવું જોઈએ કે, “પાપાનુબંધી પુણ્યવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust