________________ 0 0 0 0 0 0 0 0 0 . મહામૂલ્ય પલંગ : 87 ખાનાર તે ઘરના માણસોના કેળિઆ પણ ધ્યાન પૂર્વક ગણતે. પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતે, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ, ફળ તથા મૂળને આહાર કરતો. પૈસા વાપરવા પડવાના ભયે દેહરે કે ઉપાશ્રયે પણ જતા નહિ. ભૂલેચૂકે પણ ગાયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતો નહિ. ઘાસ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લેભી રાત્રિના લગોટી મારીને જંગલમાં રખડી ઘાસ, લાકડાં ભેગાં કરતે. શિક્ષા આપવાના સમયે ભિખારીને જોતાં જ ઘરનાં બારણાને આગળિયે ચડાવી દેતે. કદાચ બારણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કઈ ભિક્ષુક આવી ચડતે તે તેને દાનને ઠેકાણે ગાળ દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતે. ખરેખર! આ તે આશ્ચર્ય જેવી જ વાત છે કે તે કૃપણ શિરોમણિ ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, હાથથી માગનારનું ગળું પકડવું, ને પાટુ) આપતે હતો. છતાં પણ લોકે તેને લોભી તથા મહાકૃપણ ગણતા. પરંતુ પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો? કદાચ. સગાંવહાલાંની શરમે એકાદ કેડી પણ વાપરવી પડતી. . તે તેને ઉગ્ર જવર ચડી આવતે વધારે તે શું ? પણ તેના દેખતાં બીજે કઈ દાન દે તે પણ તેના મસ્તકમાં ભારે પીડા થઈ આવતી. પિતાનું ઘર તે દૂર રહ્યું પણ બીજા કોઈના ઘેર પણ લગ્ન પ્રસંગે જે તે મિષ્ટાન્ન ખાતે તે રોગી માણસની માફક તે ગુણથી ઉણ પણ ધનથી પૂરા શેડના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust