________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર H 83 આખી રાત કાઢી, સવારના લાંબા પહેળા થઈ ન શકવાથી અકડાઈ ગયેલા પિતાનાં અંગે વાળવાને અશક્ત થઈ જવાથી તે પંકપ્રિય કુંભીમાંથી બહાર જ નીકળી શક્યો નહિ. અંગોપાંગ વાળવાના તથા છૂટા કરવાના પ્રયત્નમાં ભારે જૂખ સહન કરતે તે બે બાજુમાં બે બે ગાથા લખીને ત્યાં જ મરણ પામ્યો. “પંકપ્રિય પાછા જંગલમાં જઈને રહ્યો છે,” તે વાત સાંભળીને તેના પુત્રો ત્યાં જઈ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેઓએ તેનું શબ પત્થરની કુંભમાં જોયું અને તેની લખેલી બે ગાથા વાંચી. તે ગાથાઓનો એ ભાવ હતું કે, “વાઘના ભયથી કુંભમાં રહેલ ભૂપે બહાર નીકળવાને અસમર્થ તથા આધ્યાનથી દુઃખી થતો હું મરણ પામે છું. (1) આ ભવમાં બીજે ભવ પણ બગાડી નાખનાર તથા જેનું પરિ ણામ દુઃખમાં જ આવે છે, તેવા ઈર્ષારૂપી પાપથી હે પુત્રો, તમે દૂર રહેજે. (2)" આ રીતે પોતાના પુત્રોને ઉદ્દેશીને હિતને ઉપદેશ કરનારી, અને પિતાની કરૂણ દશાનું ભાન કરાવનારી તે બે ગાથાઓ વાંચી, હદયમાં ધારણ કરીને પંકપ્રિયના પુત્રો સરળતાપૂર્વક શુભ માર્ગમાં તત્પર થયા. - ધન્યકુમારના વડિલ ભાઈઓને આ દષ્ટાંત કહીને ધનસાર ફરીને શિખામણ આપવા લાગ્યા; “જુઓ, ઈષ્પદોષથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust