________________ વિચાર કર્યા પછી જ બોલવું.” આ રીતનો પ્રબંધ નગરમાં થવાથી પંકપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યો. અને નિશ્ચિંતપણે રાજકુલમાં રહેતાં તેને એક વર્ષ પસાર થઈ ગયું. એકદા ઉનાળાના દિવસોમાં એક સાંજે રાજા પોતાની પટ્ટરાણી તથા પંકપ્રિય સાથે ફરવા માટે શહેરની બહાર નીકળે. જુદી જુદી જાતનાં ઝાડોનું નિરીક્ષણ કરતાં એક સ્થળે બેરનું ઝાડ જોઈને રાજાએ રાણીને પૂછયું, “દેવી આ ઝાડનું નામ શું છે તે કહે!” સુખમાં ડૂબી ગયેલ રાણી પિતાની આગલી અવસ્થા બિલકુલ ભૂલી ગઈ હતી. રાજલીલામાં મસ્ત થયેલ તેણે કહ્યું. “આ ઝાડનું નામ મને યાદ નથી, આપ કહે તેનું શું નામ હશે?” રાણીનું આ મુજબનું કહેવું સાંભળી પંકપ્રિય ઈર્ષોથી પિતાની મુઠ્ઠી વાળીને પિતાનું માથું કૂટવા માંડયો, રાજા તેની આવી સ્થિતિ જોઈને નેકરને પૂછવા લાગ્યો; “અરે! પોતાનું મોત હાથે કરીને માગી લેનારા કે માણસે મારી આજ્ઞાને ભંગ કરીને પંકપ્રિયને તેની ઈર્ષ્યાને પિષણ મળે તેવું વચન સંભળાવ્યું?” - “સ્વામી! આપની આજ્ઞાનો ભંગ હજુ સુધી તે કેઈએ કર્યો નથી.” એમ સેવકેએ જવાબ આપ્યો. - રાજાએ બોલાવીને પંકબિયને માથું કૂટવાનું કારણ પૂછતાં તેણે કહ્યું; “જે છોકરી કાલે બેર વિણતી હતી, તે આજે આ બેરના ઝાડને પણ ઓળખતી નથી. હું આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust